ફ્રેઇટ કોરિડોર નિયમિત ચાલુ કરવા ફાયનલ ટ્રાયલમાં એન્જિનની ટ્રાયલ સફળ રહી હતી. રેલવે વિભાગ ન્યુ મકરપુરાથી ઉમરગામ નજીકના ન્યુ ઘોલવડ સુધી ફ્રેઇટ કોરિડોર શરૂ કરવાની આખરી તૈયારી કરી રહ્યું છે,જે અંતર્ગત એન્જિન 100ની ઝડપે ટ્રેક ઉપર દોડાવવામાં આવ્યું હતું. સાથે સુરક્ષાના અન્ય માપદંડ પણ ચકાસવામાં આવ્યા હતા.