બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બે દિવસની વરસાદની આગાહી આપવામાં આવી હતી. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું હતું અને આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાંપટા પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.