ઊંઝા તાલુકાના ટુંડાવ-અમુઢ રોડ પર આવેલી તમાકુની ફેક્ટરી બંસીધર ગ્રુપમાં છેલ્લા બે દિવસથી કાનપુર ઈન્કમટેક્સના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ટેક્ષ ચોરી થઇ છે કે નહિ તે બાબતે ઝીણવટ ભરી તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. બે દિવસથી ચાલી રહેલી તપાસ અંગે ઈન્કમટેકસ અધિકારીઓ કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.