નર્મદા જિલ્લામાં થતી નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુ, ભાવિકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે એકતાનગર સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ સમગ્ર પરિક્રમા માટે વ્યવસ્થાના ભાગરૂપે વૈકલ્પિક માર્ગનું જાત નિરીક્ષણ કરીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને સુવિધા સુરક્ષા માટે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.