નવસારીમાં આવેલ એરૂ ગામથી એરૂ ચાર રસ્તા જતા માર્ગમાં નહેર પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલ વરસાદી પાણીના નિકાલની લાઈનનો સ્લેબ જર્જરીત થઈ તૂટી જતા મોટા ગાબડા પડયા છે. આ માર્ગ ઉપરથી રોજિંદા ધોરણે લોકો પસાર થતા હોય છે ત્યારે અવરજવર કરતા વાહનોમાં અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે. રાત્રિના સમયે આ માર્ગ ઉપરથી લોકો પસાર થતા હોય જોખમરૂપ બની શકે તેમ છે.