ગત બજેટ સત્રમાં રાજ્ય નાણાં મંત્રી કનુ દેસાઈએ વાપી અને નવસારી સહિત 7 નગર પાલિકાઓને મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. દરમ્યાન વલસાડ શહેરના એક કાર્યક્રમમાં રાજ્ય નાણાં મંત્રી કનુ દેસાઈએ વાપી નગર પાલિકા અને નવસારી નગર પાલિકાની મહાનગર પાલિકા જાહેર કરતા પહેલા વલસાડ નગર પાલિકા મહાનગર પાલિકા બનવાનો હક્ક ધરાવે છે. આગામી દિવસોમાં વલસાડ નગર પાલિકાની પણ મહાનગર પાલિકા બનાવવા પ્રયત્નો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.