વલસાડ પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાના અધ્યક્ષતામાં સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલગ અલગ પોલીસ મથકમાં મિલ્કત સંબંધી ગુનાઓ અને NDPSના ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓ માટે મેન્ટર પ્રોજેકટ હેઠળ દરેક આરોપીઓ ઉપર એક-એક પોલીસ કર્મચારીની મેન્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. કુલ 75 તથા NDPSના ગુનામાં સંડોવાયેલ કુલ 22 મળી કુલ્લે 97 જેટલા આરોપીઓ હાજર રહ્યા હતા. જે તમામ આરોપીઓને તેમના મેન્ટરની રૂબરૂમાં પુછપરછ કરવામાં આવી હતી.