પાલનપુર - અંબાજી હાઇવે ઉપર અંધારિયા નજીક રવિવારે શ્રમિકોને લઇ જઇ રહેલી મેક્ષ ગાડી પલટી ગઇ હતી. જેમાં બે વ્યકિતના મોત થયા હતા. જ્યારે 12 જણાંને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. ગામોમાંથી દરરોજ 50 ઉપરાંત ગાડીઓમાં જીવના જોખમે મુસાફરી કરીને મજુરીએ જઇ રહ્યા છે.