રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ લગ્નપ્રસંગોમાં ભીડભાડનો ગેરલાભ ઉઠાવી લોકોની નજર ચૂકવી સોના-ચાંદીના દાગીના તથા રોકડ ભરેલી પર્સની ઉઠાંતરી કરતી મધ્યપ્રદેશની ટોળકીમાંના એક શખ્સ અને બે કિશોરને ઝડપી આવી સાત ચોરી ઉપરથી પડદો ઊંચક્યો છે. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, એક મોબાઈલ અને એક કાર મળીને કુલ 5,25,700નો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ રાજ્યોના અલગ અલગ રાજ્યોમાં જિલ્લાઓમાં લગ્ન પ્રસંગોમાં જઈને રોકડ ભરેલા પર્સ, માલસામાનની ચોરી કરતા હતા.