અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં જમીન સંપાદન મામલે વિવાદ થતાં 2 વર્ષથી કામગીરી અટકી પડી છે. આ વિસ્તારના ખેડૂતો વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં જેટલું વળતર આપવામાં આવ્યું છે તેટલા વળતરની માગ કરી રહયાં છે. જિલ્લામાં આર્બિટ્રેટર તરીકે કલેકટરે જમીનના એવોર્ડ જાહેર કર્યા છે પણ આ ભાવને ખેડૂતોએ ડિસ્ટ્રીકટ કોર્ટમાં પડકાર્યો છે.