ભારે વાહનોની ચોરી કર્યા બાદ સ્ક્રેપમાં વેચી મારનારા શખ્સો વિશે મળેલી બાતમી આધારે મહેસાણા એલસીબી પોલીસે એરોડ્રામ છાપરા વિસ્તારમાં રેડ કરી હકીમ ઉર્ફે ભોલા સિંધીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં હકીમે અન્ય ત્રણ શખ્સો સામે મળી 3 મહિનામાં 3 ભારે વાહનો ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ એલસીબીએ વધુ બે શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલા ત્રણેય શખ્સોની 18 ગુનાઓમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે.