ડીસાના મુખ્ય બજારમાં છેલ્લા ઘણા વર્ષોથી ટ્રાફિક સમસ્યાના લીધે નાના વાહનચાલકો અને રાહદારીઓ ખૂબ જ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. વર્ષમાં અનેકવાર નગરપાલિકા અને પોલીસ દ્વારા રોડ ઉપર આડેધડ ઉભા રહેતા લારીચાલકોને દૂર કરવામાં આવે છે. પરંતુ ગણતરીના કલાકો બાદ ફરીથી તેઓ હતા તે સ્થળ ઉપર જ ઉભા રહી જાય છે.