મહેસાણાના લાંઘણજમાં બાવીસ ગામ કડવા પાટીદાર સમાજની મહિલાઓનું નારાયણી સંગમ સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.આ સંમેલનનો ઉદ્દેશ નારી પોતાના પગ ઉપર ઉભી રહે, દીકરીઓ વિદેશના યુવકો સાથે લગ્નનો વધુ પડતો મોહ ન રાખે ઉપરાંત સમાજના કુરિવાજો દૂર કરવા તેમજ પ્રેમલગ્નમાં દીકરીઓને ખોટી રીતે ફોસલાવીને લઈ જતા શખ્સોની છેતરામણીમાં દીકરીઓ ન આવે અને મોબાઈલના ખોટા ઉપયોગથી દીકરીઓ ખોટા રસ્તા પર ન જાય આ દરેક મુદ્દા ઉપર સમજૂતી આપી હતી.