વસંતઋતુના આગમનની સાથે જ એકતાનગર આસપાસનો વિસ્તારમાં 65 હજારથી વધુ કેસુડાના વૃક્ષો હોવાથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ કેસુડામય બની જાય છે. જેનો લાભ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતાં પ્રવાસીઓ લઈ શકે તે માટે "કેસુડા ટુર"ના 2024ની સિઝનના પ્રથમ દિવસે પ્રવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા.