માનકુવા ખાતે આવેલા આલ્ફા ફ્રુટ માર્કેટમાં નોકરી કરતા અને ત્યાં જ રહેતા મૂળ ઉત્તરપ્રદેશના અમેઠીના યુવાનો કોડકી રોડ પર ખારી નદીની કોતરોમાં ફરવા માટે આવ્યા હતા રવિવારે રજા હોઇ સાંજના સમયે તેઓ ફોટોગ્રાફીની મજા માણતા હતા એ દરમિયાન સાત વાગ્યાના અરસામાં એક યુવાન નીચે ઉતર્યો અને સારો ફોટો તેમજ સેલ્ફી લેવાની લ્હાયમાં યુવાનનો પગ લપસી ગયો અને ઊંચાઈએથી નદીની કોતરોમાં નીચે પટકાતા ત્યાં હાજર તેનો મિત્ર કંઈ સમજે તે પહેલા બચાવવા માટે કૂદી પડ્યો.