જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે કાયદો અને વ્યવસ્થા, નશાબંધી અમલીકરણના પ્રચાર પ્રસારની કામગીરીની સમીક્ષા, ડીસ્ટ્રીક્ટ લેવલ ફેશીલીટેશન અને જિલ્લા પર્યાવરણ સમિતિની બેઠકો યોજાઈ હતી. જે અંતર્ગત કલેક્ટરએ કાયદો અને વ્યવસ્થાને લગતા પેન્ડિંગ કેસોમાં કાયદાની મર્યાદામાં રહી સંવેદનશીલતા દાખવી કેસોનો ત્વરિત નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને અપીલ કરી હતી.