આણંદના વિદ્યાનગરમાંથી લગભગ ૧૩ દિવસ પૂર્વે મળી આવેલી એક બાંગ્લાદેશી સગીરાને મોડેલિંગના બહાને ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરાવીને દેહવ્યાપારના ધંધામાં જોતરી દેવાના કેસની તપાસમાં આણંદ એસઓજી પોલીસે એક મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.