વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર 18 ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલનો મૃતદેહ મહીસાગર નદી માંથી મળી આવતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવી આવ્યું છે. આ બનાવની જાણ થતા ભાજપના દંડક શૈલેષ પાટીલ સહિત કાર્યકર્તાઓ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. વોર્ડ નંબર 18 ના ભાજપના પ્રમુખ પાર્થ પટેલને કેટલાક સમયથી તેમના પરિવારમાં આંતરિક ઝઘડા ચાલતા રહ્યા હતા જેના કારણે કંટાળીને ઘરેથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું હતું અને આજે સવારે મહીસાગર નદી માંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો.