અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ચાર ઝોનમાં યોજાનાર શિક્ષા યાત્રા સોમનાથથી મહીસાગર જિલ્લામાં પહોંચી હતી. આ યાત્રાનું મહીસાગર જિલ્લાના શિક્ષકો દ્વારા બાઇક રેલી દ્વારા સ્વાગત કર્યું હતું.