સ્થાનિકોને સ્વરોજગારી મળી રહે તે માટે એક્તાનગર ખાતે આશરે 230 દુકાનો બનાવવામાં આવી છે. સરદાર સરોવર યોજનાના કામે એક્તાનગર (કેવડીયા), વાગડીયા, નવાગામ, લીમડી અને ગોરા (પાંચ ગામ)ની જમીન સંપાદન કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ઉક્ત ગામોના મૂળ અસરગ્રસ્ત ખાતેદારો/તેઓના વારસોને ઉપર્યુક્ત દુકાનો ફાળવવા માટે તમામ પાસાઓ અંગે વિચારણા કરી, દુકાન ફાળવવા અંગેની લાયકાતો, દુકાન ફાળવવાની પ્રક્રિયા અને શરતો સહિતની સર્વગ્રાહી નીતિ સરદાર સરોવર નર્મદા નિગમમાં તૈયાર કરીને અમલમાં મુકવામાં આવી છે.