રાજપીપળા દરબાર રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ મંદિરની આગળની ચાલી અત્યંત જર્જરિત હાલતમાં હોય વારંવાર પોપડા ખરતા સ્થાનિકો પર જોખમ છે. બે વર્ષથી સ્થાનિકો આ બાબતે તંત્રને જાણ કરતા હોવા છતાં હજુ આ માટે કોઈ જ કાર્યવાહી થઈ ન હતી. આ બાબતની ગંભીર નોંધ લઇ મંદિરના આગળના ભાગનું રીપેરેશન કરે એ જરૂરી બન્યું છે.