વિસનગરની મહેસાણા ચોકડી સર્કલ પર ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ અને વિસનગર રાજપૂત સમાજ તેમજ તમામ સમાજના સહયોગથી સમગ્ર હિન્દુ સમાજના મહાન સમ્રાટ મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્ણ કદની 12.50 ફૂટ ઊંચી પ્રતિમાનું આગામી સમયમાં અનાવરણ કરવામાં આવશે.