માલગાડીઓ માટે જ બનાવવામાં આવેલા ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર અંતર્ગત ન્યૂ પાલનપુર, ન્યૂ ઉમરદર્શી અને ન્યુ ચડોતર રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યુ હતું. ફક્ત માલગાડીઓ માટે સમગ્ર ભારતમાં નવા રેલવે ટ્રેક નાખવામાં આવ્યાં છે. જેના થકી પેસેન્જર ટ્રેનોને કારણે માલ વાહક ગાડીઓને મુશ્કેલી ન પડે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી અને સમય મર્યાદામાં વિવિધ માલ સામાન પહોંચાડી શકાય.