ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભુમસ ગામના યુવકે કિડની વેચાણના કથિત કૌભાંડના ગંભીર આક્ષેપ મામલે નવો વળાંક આવ્યો છે. ગોપાલ પરમારની અરજી બાદ પોલીસે હાથ ધરેલી તપાસ બાદ સમગ્ર મામલે નાટ્યાત્મક વળાંક આવ્યો છે. પોલીસને અરજી કર્યા બાદ મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કરનાર ગોપાલ પરમાર નામના શખ્સે ગણતરીના કલાકોમાં જ પલટી મારી છે