વડોદરા શહેરના વીઆઇપી રોડ કારેલીબાગ ફતેગંજને જોડતા બ્રિજને અડીને આવેલ કચરા કેન્દ્રની જગ્યામાં કોર્પોરેશન હવે 50 કરોડના ખર્ચે 9 માળની બહુમાળી ઈમારત તૈયાર કરશે. જેમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને બે માળ સુધી દુકાનોની ફાળવણી કરી આપવામાં આવશે જ્યારે ત્રણથી નવ માળમાં કોર્પોરેશનની હાલ ખંડેરાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરીની તમામ ઓફિસો કાર્યરત કરવામાં આવનાર છે તેમ જાણવા મળે છે.