સરકાર દ્વારા જિલ્લાની પાંચ નગરપાલિકા નજીક આવેલા 80 ગામોમાંથી એજન્સી મારફતે ઘરે ઘરેથી કચરાનું કલેક્શન કરાવી તેને ડમ્પિંગ સાઈટ પર લાવી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા નક્કી કરાયું છે. આ પ્રોજેક્ટ પાછળ વાર્ષિક અંદાજે 80 લાખનો ખર્ચ થશે. આગામી બે દિવસમાં એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર કરવામાં આવશે તેમ જાણવા મળે છે.