નર્મદા ડેમના ઉપરવાસમાંથી ભારે પાણીનો પ્રવાહ આવતા સરદાર સરોવર ડેમનાના 23 ગેટ ખોલી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને લઈ મધ્ય રાત્રિએ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈ નાંદોદનું માંગરોલ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. લોકો હવે સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.