અંકલેશ્વરમાં પૂરના પાણી ઓસરવા લાગ્યાં છે પણ હજી કેટલીય સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. 65 થી વધુ સોસાયટી માં આવેલા 5500 થી વધુ ધરો માં લોકો અનાજ, રાચરચીલું અને ઇલેક્ટ્રિકલ ઉપકરણ પાણી સ્વાહા થઇ ગયા હતા. પ્રત્યેક ઘર થી અંદાજે લાખ થી દોઢ સુધી નું નુકસાન પહોંચ્યું હતું. હવે પાણી ઓસરતા વેપારીઓની હાલત કફોડી થઇ હોવાનું જાણવા મળ્યું છે.