પાલેજ ઔદ્યોગિક વસાહતમાં ઇકો વેસ્ટ મેનેજમેન્ટ કંપની સામે પાલેજ ઇડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસીએસન સહિત આસપાસના વિસ્તારોમાંથી ભારે હવા પ્રદુષણ ની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. જે બાદ હાથ ધરવામાં આવેલી તપાસમાં પાલેજ ઔદ્યોગિક વસાહતએ એન્જિનયરિંગ ઝોન છે.અને કંપની રાસાયણિક હેતુ માટે ઉપયોગ કરતી હોવાનું ધ્યાને આવ્યું હતું.