ભાજપ માટે સાૈથી સલામત મનાતી બેઠકોમાં ગણના ધરાવતી વડોદરા બેઠક માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે . લોકસભાની વડોદરાની બેઠક 1991 થી 2024 સુધીમાં માત્ર એક જ વખત કોંગ્રેસ જીતી શકયું છે. 1996માં કોંગ્રેસના સત્યજીત ગાયકવાડ 17 મતોની પાતળી સરસાઇથી ભાજપના જીતેન્દ્ર સુખડિયા સામે વિજયી થયા હતા.જોકે, 1998થી ભાજપના જ ઉમેદવાર જ દિલ્હીમાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.કોંગ્રેસના સંગઠનમાં ભંગાણ પડી રહ્યુ છે અને વડોદરા કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાઇ ગયા છે. વડોદરા સંસદીય બેઠક માટે ભાજપે રંજનબહેન ભટ્ટને સતત ત્રીજી વખત રિપીટ કર્યા છે પણ કોંગ્રેસ હજુ નામ નક્કી કરી શકી નથી.