ડેરી ગામે લખમાજી રબારીનું મકાન ભાડે રાખી વર્ષોથી આ જગ્યા પર ડિગ્રી વિના દવાખાનુ ચલાવતા બોગસ તબીબ સુપ્રભાત ગોપાલ બિશ્વાસને એસઓજીએ ઝડપી પાડ્યો હતો.દાંતીવાડા,પાંથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર બોગસ ડોક્ટરો બેઠા છે. સ્થાનિક આરોગ્ય વિભાગની જાણે રહેમનજર હોય તેમ અહીં આ નકલી ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે.