કડી તાલુકાના લક્ષ્મીપુરા આંદુદરા ગામે કોઈપણ જાતની લાયકાત ડિગ્રી કે સર્ટિફિકેટ વિના દવાખાનું ખોલી એલોપેથી દવા આપીને ડોક્ટર કમ્પાઉન્ડર બનીને લોકોની સારવાર કરી રહેલા ધોરણ 8 પાસ અને નિવૃત્ત એસટી ડ્રાઇવર સહિત બેને મહેસાણા એસઓજીએ આરોગ્યતંત્રની ટીમને સાથે રાખી ઝડપી પાડ્યા હતા. આદુંદરા ગામે રહેતો મહેશભાઈ પટેલ કડીના ભીખાભાઈ નાયકની મદદથી ગામમાં બોર્ડ મારીને દવાખાનુ ચલાવીને લોકો ની જિંદગી સાથે ચેડા કરી રહ્યો હતો.