વલસાડના અબ્રામા વિસ્તારમાં ધરમપુર રોડ ઉપર લાયસન્સ અંગેના ચેકિંગની કાર્યવાહી નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.ત્યારે ધરમપુર રોડ પર આવેલી કેટલીક દૂકાનો લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું જાણવા મળ્યું હતું. નગરપાલિકાની ટીમ દ્વારા લાયસન્સ,ટેક્સ અને પરવાનગી વિગેરેની તપાસણી કરાતાં ગુમાસ્તા ધારાના લાયસન્સના અભાવે દૂકાનો સીલ કરવામાં આવી હતી. જેમાં બાઇક શોરૂમ,ડેરી,બેકરી સહિત નાનીમોટી દૂકાનો સામે કાર્યવાહી કરવામાં આવતાં ફફડાટ પેસી ગયો હતો.