શહેરમાં હરણી નૌકાવિહાર દુર્ઘટના કેસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 58 દિવસે 2819 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા હતા. કેસની તપાસ દરમિયાન 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. સિટની ચાર્જશીટમાં ૪૩૩ સાક્ષીઓના નિવેદન, બોટનો બોયેન્સી ટેસ્ટ,ફોરેન્સિક સહિતના નિષ્ણાંતોના રિપોર્ટ્સ,પંચનામા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ,આધુનિક સાધનોથી તળાવની ઉંડાઇ માપણી જવા પુરાવા સાથે કુલ ૨૮૧૯ પાના રજૂ કરવામાં આવ્યા છે.