ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 તસ્કરોને ઝડપી પાડ્યા છે. મંદિરમાં ગત તા. 5મી ફેબ્રુઆરી 2024ના રોજ ચોરીની ઘટના બની હતી. જ્યાં તસ્કરો મંદિરમાંથી સાડા પાંચ કીલો ચાંદીની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. તેઓ ગોવિંદ અને પારસ નામના અન્ય 2 સાગરિતોના કહેવાથી રાજસ્થાનથી બાઈક લઈને અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.પોલીસે રાજસ્થાનના પારસ માલી અને અમદાવાદના સુરેશ સોનીને વોન્ટેડ જાહેર કર્યા છે.