ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 2019ની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં 10 ટકાનો વધારો થયો છે. 2019ની ચૂંટણીમાં 15,56,504 મતદારો નોંધાયેલાં હતાં અને 2024માં 5મી જાન્યુઆરીની સ્થિતિએ 17,13,731 મતદારો નોંધાયેલાં છે. છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં 1,57,227નો વધારો થયો છે.