વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-58 પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોર લેન મોટો બ્રિજ અને નેશનલ હાઈવે નંબર-58ના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર-આંતરસુબા-માથાસુર ચોકડી રસ્તાના પેવ્ડ શોલ્ડર સાથે ટુ લેન કામગીરી માટે કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 1097 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.