માન સરોવર તળાવ જળકુંભીથી ઢંકાઈ ગયું છે. તેવામાં હવે પાલિકા દ્વારા માનસરોવર તળાવને 7,81,83,466ના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરાશે. જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહી તળાવના રિનોવેશનની અધિકૃત જાહેરાત કરી હતી.