ઓઢવમાં પોલીસકર્મીની સગીર પુત્રીની પંચમહાલના યુવક સાથે સગાઇ નક્કી થઇ હતી જેથી તેના ઘરે આવતો જતો હતો. અને લગ્નની લાલચ આપીને સગીરા સાથે શરીર સંબંધ બાંધતો હતો સગીરાના પિતાએ ફોન કરીને પૂછતા યુવકે લગ્ન નથી કરવા તેમ જણાવ્યું હતું. આ ઘટના અંગે ઓઢવ પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે