રાણીપમાં આવેલી સીટી સિવિક સેન્ટરમાં ટેક્સ બીલમાં નામ ઉમેરવાની કામગીરી કરી આપવામાં બદલામાં રૂ.1200ની લાંચ સ્વીકારતા પટાવાળા અને સિક્યોરીટી ગાર્ડને એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. રાણીપમાં રહેતા વ્યક્તિએ દીકરા માટે મકાનની ખરીદી કરી હતી. જો કે મકાનના ટેક્સ બીલમાં જુના મકાન માલિકનું નામ હોવાથી નામ બદલવા માટે સંપર્ક કર્યો જતો. રાણીપ સિવિક સેન્ટરમાં પટાવાળા તરીકે કામ કરતા પ્રવિણભાઇ ઠાકોરે બીલમાં નામ ચડાવી આપવાની કામગીરી કરવાના બદલામાં 1200 રૂપિયાની માંગ કરી હતી.