આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઇન્ડીયા ગઠબંધનમાં કોંગ્રેસ સમર્થન સાથે ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવાનાં છે. દેડીયાપાડા વનકર્મીઓ પર હુમલાના કેસમાં ધારાસભ્ય નર્મદા જિલ્લામાં પ્રવેશ નહિ કરવાનાં શરતી જામીન પર છૂટેલા છે.ધારાસભ્ય નર્મદા જિલ્લાના દેડીયાપાડા સાગબારાના મતદારોને મળવા ચૂંટણી પ્રચાર કરવા જઈ શકતા ના હોય કોર્ટે મુકેલ શરતો રદ કરવાની અરજી સેસન કોર્ટ રાજપીપળા ખાતે કરી હતી. જે અરજીની સુનવણી નામદાર કોર્ટમાં થઈ ગઈ હતી. જો કે નામદાર કોર્ટ સોમવારે અરજી નામંજૂર કરી છે