કામદારોએ શેરડી કાપી અને નર્મદા સુગરના ટેક્નિકલ સ્ટાફ અને કર્મચારીઓ પણ સતત ખડેપગે રહી 7,85,000 મેટ્રિક ટન શેરડીનું પીલાણ કર્યું હતું , પ્રતિદિન 5,500 મેટ્રિક ટનથી વધુ પીલાણ નર્મદા સુગર દ્વારા કરવામાં આવ્યું છે . સીઝન પુરી થતા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ અને એમ.ડી. નરેદ્ર પટેલે તમામ કર્મચારીઓ અધિકારો અને ખેડૂતો મજૂરો તમામનો આભાર માની તેમનું સન્માન કર્યું હતું.