લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ છે. લોકસભા સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોય વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લામાં કાર્યરત વિવિધ રાજકીય પક્ષો સાથે પ્રથમવાર બેઠક મળી હતી. બેઠકમાં પક્ષના પ્રતિનિધિઓને ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરવામાં આવ્યા હતા