આગામી હોળી ,ધુળેટી અને રમજાનના તહેવારો આવતા હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી. નેત્રંગ બજારમાં રહેતા વેપારીઓ અને સ્થાનિક રહીશો તેમના વાહનો નવા બનેલા આરસીસી રસ્તા ઉપર તેમજ વચ્ચે ડીવાઈડર પર પાર્કિંગ કરી દેતા હોવાથી અન્ય વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી કોઇએ પણ વાહનો જાહેરમાર્ગ પર પાર્ક નહિ કરવા માટે પીએસઆઇ રાજેન્દ્રસિંહ ગોહિલે સૂચના આપી છે. આ નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે