મહેસાણા જેલનો સહાયક 500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. જેલ સહાયક કેદીઓના પરિવારજનો પાસેથી મુલાકાત કરાવવા બદલ લાંચ માગતો હોવાની ફરિયાદ ઉઠ્યા બાદ એસીબીએ ડીકોયર મારફત છટકું ગોઠવી જેલ સહાયકને 500 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. બે દિવસ અગાઉ પણ વિસનગર નજીઈ ઇકો ગાડીમાં ચાલક પાસેથી 200 રૂપિયાની લાંચ લેતા બે પોલીસકર્મી અને એક હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયા હતા.