લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ના ઉપલક્ષમાં બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણ કુમાર બરનવાલે રીબીન કાપીને ઉદ્દઘાટન કર્યું હતુ. લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મિડીયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે, મીડિયામાં પ્રસારિત પેઇડ ન્યૂઝ તેમજ આચાર સંહિતા ભંગ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો હતો.