ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઇ-મેઇલ દ્વારા પોતાના ધારાસભ્યપદેથી રાજીનામું આપતો પત્ર મોકલ્યો હતો. અને નારાજ કેતન ઈનામદાર સી.આર. પાટીલના બંગલે પહોંચ્યા હતા સી.આર. પાટીલ સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ ઇનામદારે કહ્યું કે, રાજીનામું પાછું ખેંચવા માટે હું વિચારી રહ્યો છું. પાટીલ સાથે ચર્ચા કર્યા બાદ મને સંતોષ છે. અંતરઆત્માને માન આપી રાજીનામું આપ્યું હતું. મને મારા પ્રશ્નો પૂર્ણ કરવા માટે ખાતરી આપી છે.