ભારત ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 ની ઘોષણા કરેલ છે.આ ચૂંટણીના સમયગાળા દરમ્યાન ચૂંટણી આદર્શ આચાર સંહિતાનો ભંગ થાયતેવા આપત્તિજનક સંદેશાઓ/ સોશિયલ મીડિયા પોસ્ટ/ યુ-ટુયુબવિડીયો/ઓડિયો વગેરે મળે તો કાયદેસરની કાર્યવાહી કરવા ચૂંટણી પંચ દ્વારા નાયબ પોલીસ કમિશનર, સાયબર ક્રાઇમ,અમદાવાદ શહેર નાઓની એસએમએસ અને સોશિયલ મીડિયા મોનિટરીંગ માટે નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.સાથે કચેરી દ્વારા એક હેલ્પલાઇન વ્હોટ્સએપ નંબર જાહેર કરવામાં આવેલ છે