દંડકારણ્ય વન પ્રદેશ ડાંગનો મુખ્ય તહેવાર હોળી છે. હોળી ટાણે ભરાતો છેલ્લો હાટ બજાર એટલે (ડાંગી ભાષામાં ભૂરકૂંડે બજાર)માં હજારો ની સંખ્યામાં આદિવાસીઓ જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા ઉમટી પડે છે. આ ભૂરકૂંડે બજારમાં અન્ય શહેર - ગામોમાંથી વેપારીઓમાલ સામાન વેચવા માટે આવતા હોય છે. આ ભૂરકૂંડે બજારમાં આદિવાસી મંડળી ઓ ભવાની માતાજી નું મુંગટ ધારણ કરી ઢોલ નગારા વગાડી ફાળો ઉઘરાવતા હોય છે.