નર્મદા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ મેડીકલ ટીમ સાથે બાતમીના આધારે ડેડીયાપાડા ગામે મોઝદા તરફ જવાના રોડ પરથી બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. સ્વરૂપ પદમલોચન વિશ્વાસ કોઈપણ પ્રકારની ડિગ્રી વગર શિવ ક્લીનિક નામનું દવાખાનું ચલાવી તેમા પ્રેકટીસ કરતો હતો તથા અન્ય આરોપી પંકજકુમાર છોટનપ્રસાદસિંહ બિહારના બી.એચ.એમ.એસ. ડિગ્રી ધરાવતો હતો, પરંતુ નિયમ વિરૂદ્ધ એલોપેથીની પ્રેકટીસ કરતો હતો. કુલ 2 લાખ 19 હજાર 430ના મુદ્દામાલ સાથે બન્ને બોગસ ડોક્ટરો વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.